આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રથમ તો કેટલાંક ખૂન કરી ત્રાસ છોડાવશું. પછી થોડા માણસો હથિયરબંધ તૈયાર થયા હશે તે ઉઘાડા લડશે. તેમાં પ્રથમ તો વીસ-પચ્ચીસેક લાખ હિંદી મરશે ખરા. પણ છેવટે આપણે દેશ હાથ કરીશું. આપણે ગેરીલા (બહારવટિયાઓને મળતી) લડત ચલાવી અંગ્રેજોને હરાવી દઈશું.

अधिपति :

તમારો વિચાર હિંદની પવિત્ર ભૂમિને રાક્ષસી બનાવવાનો લાગે છે. ખૂન કરીને હિંદને છોડાવશું એ વિચાર કરતાં તમને ત્રાસ કેમ નથી છૂટતો ? ખૂન તો આપણે આપણું કરવું ઘટે છે, કેમ કે આપણે બાયલા બન્યા છીએ ત્યારે ખૂનનો વિચાર કરીએ છીએ. આવું કામ કરીને તમે કોને છોડાવશો ? હિંદી પ્રજા એવું કદી ઇચ્છતી નથી. આપણા જેવા, જેમણે અધમ સુધારારૂપી ભાંગ પીધી છે, તે જ એવો વિચાર કેફમાં કરીએ છીએ. ખૂન કરીને રાજ્ય ભોગવશે તે પ્રજાને

૧૩૦