આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેમ જોતો નથી. મને તો સ્વરાજની જ વાતો કરો તો ગમે; બીજી ડાહી વાતોથી સંતોષ વળવાનો નથી.

अधिपतिः

તમે અધીરા થયા છો. મારાથી અધીરાપણું નહીં ચલાવી લેવાય. તમે જરા ખામોશ પકડશો તો તમને જે જોઇએ છે તે જ મળશે. 'ઉતાવળે આંબા ન પાકે,' એ કહેવત યાદ રાખજો. તમે મને રોક્યો અને તમને હિંદના ઉપકારીની વાત સાંભળવી નથી ગમતી તે બતાવે છે કે હજુ તમારે સારુ તો સ્વરાજ છેટે છે. તમારા જેવા ઘણા હિંદી હોય તો આપણે આઘા જઇ પાછા પડીએ. આ વાત જરા વિચારવા જેવી છે.

वाचकः

એમ ગોળ ગોળ વાત કરીને તમે મારો સવાલ છે તે ઉડાવી દેવા માગો છો એમ મને લાગે છે. તમે હિંન્દુસ્તાનના