આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુખી કરવાના નથી. જે ખૂન ધીંગરાએ કર્યું, જે ખૂન હિંદુસ્તાનમાં થયાં છે, તેથી ફાયદો થયો છે એમ માનતા હોય તે મોટી ભૂલ કરે છે. ધીંગરાને હું દેશભિમાની ગણું છું, પણ તેની પ્રીતિ ઘેલી હતી. તેણે પોતાન શરીરનો ભોગ કુમાર્ગે આપ્યો છે. તેથી અંતે ગેરફાયદો જ છે.

वाचक :

પણ તમારે એટલું તો કબૂલ કરવું જ પડશે કે અંગ્રેજ આ ખૂનથી ડરી ગયેલ છે, અને લૉર્ડ મોલેંગ્ને જે આપ્યું છે તે તેવી ધાસ્તીથી આપ્યું છે.

अधिपति :

અંગ્રેજ બીકા પ્રજા છે, તેમ જ બહાદુર છે. દારૂગોળાની અસર તેની ઉપર તુરત જ થાય છે એ હું માનું છું. લૉર્ડ મોલેંગ્ને જે આપ્યું હોય તે ધાસ્તીથી આપ્યું હોય એવો સંભવ છે, પણ ધાસ્તીથી મળેલી વસ્તુ ધાસ્તી હોય ત્યાં સુધી જ નભી શકે છે.



૧૩૧