આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ્યારે શાન્તિ થઈ અને લોકો ભોળા દિલના બની ગયા ત્યારે એનો અર્થ ફર્યો. હું સજાની ધાસ્તીથી ચોરી ન કરું, તો જ્યારે સજાની ધાસ્તી જતી રહે ત્યારે ચોરી.. કરવાનું પાછું મન થશે ને હું ચોરી કરીશ. આ તો બહુ સાધારણ અનુભવ છે; તેમાં ઈનકાર કરી શકાય એવું નથી. આપણે ધારી લીધું છે કે દમ ભરાવીને લોકોની પાસેથી કામ લઈ શકાય છે, અને તેથી આપણે તેમ કરતા આવ્યા છીએ.

वाचक : આમ તમે બોલો છો તે તમારી વિરુદ્ધ જાય છે એમ તમને નથી જણાતું ? તમારે કબૂલ કરવું પડશે કે અંગ્રેજોએ પોતે જે કંઈ મેળવ્યું તે મારામારી કરીને મેળવ્યું છે. તમે કહી ગયા છો કે તેઓએ મેળવેલું નકામું છે, એ મને યાદ છે. તેથી મારી દલીલને ધક્કો નથી પહોંચતો. તેઓએ નકામું મેળવવા ધાર્યું ને તે મેળવ્યું, મતલબ

૧૩૩