આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ છે કે તેઓએ પોતાની ધારણા પાર પાડી. સાધન શું હતું તેની શી ફિકર છે ? આપણી મુરાદ સરસ હોય તે કેમ આપણે ગમે તે સાધનથી, મારામારી કરીને પણ, પાર ન પાડીએ ? ચોર મારા ઘરમાં પેસે ત્યારે કંઈ હું સાધનનો વિચાર કરીશ ? મારો ધર્મ તો તેને ગમે તેમ કરીને કાઢવાનો જ છે.

તમે કબૂલ કરતા જણાઓ છો કે આપણને અરજી કરતાં કશું મળ્યું નથી અને મળવાનું નથી. ત્યારપછી મારીને કેમ ન લઈએ ? જરૂર જણાશે તો તેટલી મારની બીક હમેશાં જારી રાખીશું. બચ્ચું આગમાં પગ મૂકે, તેને તેમાંથી બચાવવા આપણે તેની ઉપર દાબ રાખીએ તેમાં તમે પણ દોષ નહીં જોશો. જ્યાં ત્યાંથી આપણે તો કાર્યસિદ્ધિ કરી લેવાની છે.

अधिपति :

તમે ઠીક દલીલ કરી છે. તે એવી છે કે તેથી ઘણા છેતરાયા છે. હું પણ

૧૩૪