આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેવી દલીલ કરતો. પણ હવે મારી આંખ ખૂલી છે ને હું મારી ભૂલ જોઈ શકું છું. તમને તે બતાવવા મહેનત કરીશ.

પ્રથમ તો અંગ્રેજોએ જે મેળવ્યું તે મારામારી કરી મેળવ્યું, તેથી આપણે પણ તેમ કરી મેળવીએ, એ વિચાર લઈએ. અંગ્રેજે મારામારી કરી અને આપણે પણ કરી શકીએ, એ વાત તો બરાબર છે. પણ જે વસ્તુ તેઓને મળી તેવી જ આપણે લઈ શકીએ છીએ. તમે કબૂલ કરશો કે તેવું આપણને ન જ જોઈએ.

તમે માનો છો તેમ સાધન અને સાધ્ય - મરાદ - વચ્ચે સંબંધ નથી તે બહુ જ મોટી ભૂલ છે. એ ભૂલથી, જે ધર્મિષ્ઠ માણસો ગણાયા છે, તેઓએ ઘોર કર્મ કર્યાં છે. એ તો કડવીનો વેલો વાવી તેમાંથી મોગરાના ફૂલની ઇચ્છા રાખવા જેવું થયું. મારે દરિયો ઓળંગવાનું સાધન વહાણ જ હોઈ શકે. જો ગાડું પાણીમાં ઝંપલાવું તો

૧૩૫