આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવ્યું છે કે સહુ હક મેળવવા મથ્યા છે, ફરજ ઊંઘી ગઈ છે. જ્યાં બધા હકની વાતો કરે, ત્યાં કોણ કોને આપે ? તેઓ કશી ફરજ નથી બજાવતા એમ કહેવાનો હેતુ અહીં નથી. પણ જે હક તેઓ માગતા હતા તેને લઈને બજાવવાની ફરજ તેઓએ બજાવી નથી. તેઓએ લાયકાત મેળવી નથી. તેથી તેઓના હક તેઓને ગળે ધૂંસરીરૂપ થઈ પડ્યા છે. એટલે જે તેઓને મળ્યું છે, તે તેઓના સાધનનું જ પરિણામ છે. તેઓને જેવું જોઈતું હતું તેવાં સાધન તેઓએ વાપર્યાં.

મારે તમારી પાસેથી તમારી ઘડિયાળ છીનવી લેવી હશે તો મારે બેશક તમારી સાથે મારામારી કરવી પડશે. પણ જો મારે તમારી ઘડિયાળ વેચાતી લેવી હશે તો તમને દામ આપવા પડશે. જો મારે બક્ષિસ લેવી હશે તો મારે કરગરવું પડશે. ઘડિયાળ મેળવવામાં મેં જે સાધન વાપર્યું તે પ્રમાણે તે

૧૩૭