આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચોરીનો માલ, મારો માલ કે બક્ષિસ, એમ થયું. ત્રણ સાધનનાં ત્રણ જુદાં જુદાં પરિણામ આવ્યાં. હવે તમે કેમ કહી શકશો કે સાધનની ફિકર નથી ?

હવે ચોરને કાઢવાનો દાખલો લઈએ; હું તમારા વિચારને મળતો નથી કે ચોરને કાઢવામાં ગમે તે સાધન વાપરી શકાય છે.

જો મારા ઘરમાં મારો બાપ ચોરી કરવા આવશે તો હું એક સાધન વાપરીશ. તે જ સાધન મારો કોઈ ઓળખીતો ચોરી કરવા આવ્યો હશે તો નહીં વાપરું. વળી કોઈ અજાણ્યો માણસ આવ્યો હશે તો ત્રીજું સાધન વાપરીશ. જો તે માણસ ગોરો હશે તો એક સાધન, હિંદી હશે તો બીજું સાધન, એ પણ વખતે તમે કહેશો. જો કોઈ મુડદાલ છોકરો ચોરી કરવા આવ્યો હશે તો વળી તદ્દન જુદું સાધન વાપરીશ. જો તે

૧૩૮