આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારો બરોબરિયો હશે તો વળી કંઈ જુદું, અને જો તે માણસ હથિયારબંધ જોરાવર હશે તો હું છાનો સૂતો રહીશ. આમાં બાપથી માંડીને બળિયાની વચ્ચે જુદાં સાધનો વપરાશે. બાપ હશે તોપણ મને લાગે છે કે હું સૂતો રહીશ અને પેલો હથિયારબળિયો હશે તોપણ સૂતો રહીશ. બાપમાં પણ બળ છે, હથિયારબંધ માણસમાં પણ બળ છે. બંને બળને વશ રહી હું મારી વસ્તુ જતી કરીશ. બાપનું બળ મને દયાઅથી રોવરાવશે, હથિયારનું બળ મારા મનમાં રોષ ઉત્પન્ન કરશે. અમે કટ્ટા દુશ્મન થઈશું, આવી કફોડી દશા છે. આ દાખલાઓ ઉપરથી આપણે બન્ને સાધનના નિશ્ચય ઉપર તો નહીં આવી શકીએ. મને તો આ ચોરના સંબંધમાં શું કરવું એ સૂઝી આવે છે. પણ તે ઈલાજ તમને ભડકાવે તેથી હું તમારી પાસે મૂકતો નથી. તમે સમજી લેજો, અને નહીં સમજો તો દરેક વખતે જુદાં સાધન તમારે લેવાં પડશે, પણ તમે

૧૩૯