આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એટલું તો જોયું કે ચોરને કાઢવાને ગમે તે સાધન નહીં કામ આવે, અને જેવું સાધન લેશો તેને લગતું પરિણામ આવશે. તમારો ધર્મ ગમે તેમ કરીને ચોરને કાઢવાનો નથી જ.

જરા આગળ વધીએ.પેલો હથિયારબળિયો તમારી વસ્તુ લઈ ગયો છે. તમે તે યાદ રાખી. તમને ગુસ્સો છે. તમે તે લુચ્ચાને તમારે સારુ નહીં, પણ લોકકલ્યાણને સારુ શિક્ષા કરવા માગો છો. તમે માણસો એકઠા કર્યા. તેના ઘર ઉપર તમે ચઢી ગયા. તેને ખબર પડી. તે નાઠો. તેણે બીજા લૂંટારા એકઠા કર્યા. તે ખિજાયો છે. તેણે તમારું ઘર ધોળે દહાડે લૂંટવાનું કહેણ હવે તો મોકલ્યું છે. તમે બળવાન છો, ડરતા નથી. તમે તમારી તૈયારીમાં છો. દરમિયાન લૂંટારા તમારી આસપાસના લોકોને કનડે છે. તેઓ તમારી પાસે ફરિયાદ કરે છે. તમે કહો છો : 'હું તમારે સારુ તો આ

૧૪૦