આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉપકારી જેને ગણો તેને હું ન ગણું; પછી મારે કોના ઉપકારની વાત સાંભળવી રહી? હિંદના દાદા તમે જેને કહો છો તેણે શો ઉપકાર કર્યો? એ તો કહે છે કે અંગ્રેજ રાજ્યકર્તા ન્યાય આપશે ને તેની સાથે મળીને રહેવું.

अधिपतिः

મારે તમને વિનયપૂર્વક કહેવું જોઇએ કે એ પુરુષને વિશે તમારે બેઅદબીથી બોલવું એ આપણને શરમાવા જેવું છે. તેમનાં કામ તરફ નજર કરો. તેમણે પોતાની જિંદગી હિંદને અર્પણ કરી છે. તેમની પાસેથી આપણે શીખ્યા. હિંદનું લોહી અંગ્રેજો ચૂસી ગયા એ શીખવનાર માનવંતા દાદાભાઈ છે. આજે તેમને અંગ્રેજોની ઉપર વિશ્વાસ છે તેથી શું થયું? આપણે જુવાનીના આવેશમાં એક પગલું આગળ ભરીએ તો તેથી શું દાદાભાઇ ઓછા પૂજ્ય છે? તેથી શું આપણે વધારે જ્ઞાની થયા? જે પગથિયેથી આપણે