આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બધું કરું છું. મારો માલ ગયો તે તો કંઈ જ વિસાતની વાત ન હતી.' લોકો કહે છે : 'પહેલાં તો અમને તે ન જ લૂંટતો. તમે તેની સાથે લડાઈ શરૂ કરી ત્યારથી તેણે આ શરૂ કર્યું છે.' તમે સપડાયા છો. ગરીબ ઉપર તમને રહેમ છે. તેઓની વાત સાચી છે. હવે શું કરવું ? લૂંટારાને છોડવો ? તેમાં તો તમારી લાજ જાય. લાજ તો સહુને વહાલી હોય. તમે ગરીબોને કહો છો : 'ફિકર નહીં, આવો, મારું ધન તેતમારું છે. હું તમને હથિયાર આપું છું. તમને તેનો ઉપયોગ શીખવીશ, ને તમે બદમાશને મારજો; મેલશો મા.' આમ સંગ્રામ વધ્યો. લૂંટારા વધ્યા, લોકોએ હાથે ચોલીને આંખો લાલ કરી. ચોરની નુપર વેર લેવાનું પરિણામ એ આવ્યું કે ઊંઘ વેચીને ઉજાગરો લીધો. શાન્તિ હતી ત્યાં અશાન્તિ થઈ. પહેલાં તો મોત આવતું ત્યારે મરતા. હવે તો સદાય મરવાનો દહાડો

૧૪૧