આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જસ્ટિસ રાનડે કહેતા કે અરજી એ લોકોને કેળવવાનું સાધન છે. તેથી લોકોને પોતાની સ્થિતિનું ભાન આપી શકાય છે ને રાજકર્તાને ચેતવણી આપી શકાય છે. આમ વિચારતાં અરજી એ નકામી વસ્તુ નથી. બરોબરિયો માણસ અરજી કરે તે તેના વિનયની નિશાની ગણાશે. ગુલામ અરજી કરે તે તેની ગુલામીની નિશાની છે. જે અરજીની પાછળ બળ છે તે બરોબરિયાની અરજી છે, અને તે પોતાની માગણી અરજીરૂપે જાહેર કરે તે તેની ખાનદાની બતાવે છે.

અરજીની પાછળ બે પ્રકારનાં બળ છે. એક તો 'નહીં આપો તો તમને મારીશું.' આ દારૂગોળાબળ છે. તેનું ખરાબ પરિણામ આપણે જોઈ ગયા. બીજું બળ તે આ છે : 'તમે નહીં આપો તો અમે તમારા અરજદાર નહીં રહીએ. અમે અરજદાર હોઈશું તો તમે બાદશાહ રહેશો. અમે તમારી સાથે રમવાના નથી.' આ

૧૪૪