આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બળને દયાબળ કહો, આત્મબળ કહો, કે સત્યાગ્રહ કહો. તે બળ અવિનાશી છે ને તે બળ વાપરનાર પોતાની સ્થિતિ બરોબર સમજનારો છે. તેનો સમાવેશ આપણા ઘરડાઓએ 'એક નન્નો છત્રીસ રોગને હરે' તેમાં કર્યો છે. તે બળ જેનામાં છે તેની પાસે હથિયારબળ કામ કરી શકતું જ નથી.

બચ્ચું આગમાં પગ મૂકે તેને દબાવવાની વાતનો દાખલો તપાસતાં તમે હારી જવાના છો. તમે બચ્ચાની ઉપર શું કરો છો ? કદી માનો છો કે બચ્ચું તમારી પાસે એવું જોર કરી શકે કે તમને તે મારીને આગમાં જશે; આગમાં જતું તે અટકશે જ નહીં. એનો ઉપાય તમારી પાસે આ છે : કાં તો આગમાં જતું અટકાવવા તમારે એનો પ્રાણ લેવો અથવા તો તેને આગમાં જતું તમે નથી જોઈ શકતા, તેથી તમે તેને તમારો પ્રાણ આપો. તમે બચ્ચાનો પ્રાણ તો નથી લેવાના. તમારામાં દયાભાવ સંપૂર્ણ નહીં

૧૪૫