આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હોય તો તમે તમારો પ્રાણ નહીં આપો એવો સંભવ છે. તો તમે લાચારીથી બચ્ચાંને આગમાં જવા દેશો. એટલે તમે લાચારીથી બચ્ચાને આગમાં જવા દેશો. એટલે તમે બચ્ચાની ઉપર હથિયારબળ નથી વાપરતા. બચ્ચાને તમે બીજી રીતે રોકી શકો તો રોકો એ ઓછું; પણ તે હથિયારબળ છે એમ ન માની લેજો. એ બળ જુદા જ પ્રકારનું છે. તે જ સમજી લેવાનું રહ્યું છે.

વળી બચ્ચાને અટકાવવામાં તમે માત્ર બચ્ચાનો સ્વાર્થ જુઓ છો. જેની ઉપ્ર અંકુશ મૂકવા માગો છો તેના જ સ્વાર્થ ખાતર તમે અંકુશ મૂકશો. આ દાખલો અંગ્રેજને લાગુ પડતો જ નથી. તમે અંગ્રેજની ઉપર હથિયારબળ વાપરવા માગો તેમાં તમારો જ, એટલે પ્રજાનો સ્વાર્થ જુઓ છો. તેમાં દયા લેશમાત્ર નથી. જો તમે એમ કહો કે અંગ્રેજ અધમ કામ કરે છે તે આગ છે, તે આગમાં અજ્ઞાનથી જાય છે, તેમાંથી તમે દયા ખાઈ અજ્ઞાનીને

૧૪૬