આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

अधिपतिः

કવિ તુલસીદાસજીએ ગાયું છે કે,

'દયા ધરમ હો મૂલ હૈ, દેહ મૂલ અભિમાન;
તુલસી દયા ન છોડિયે, જબ લગ ઘટમેં પ્રાન.'

મને તો આ વાક્ય શાસ્ત્ર વચન જેવું જણાય છે. જેમ બે ને બે તે ચાર જ હોય, તેટલો ભરોસો ઉપરના વાક્ય ઉપર પડે છે. દયાબળ તે આત્મબળ છે, તે સત્યાગ્રહ છે. અને આ બળના પુરાવા ડગલે ડગલે નજરે આવી રહે છે. તે બલ ન હોય તો પૃથ્વી રસાતળ પહોંચી ગઈ હોત.

પણ તમે તો ઐતિહાસિક પુરાવો માગો છો. એટલે આપણે ઈતિહાસ કોને કહીએ છીએ.

'ઇતિહાસ'નો, શબ્દાર્થ 'આમ થઈ ગયું' એ છે. એ અર્થ કરીએ તો તમને સત્યાગ્રહનાં પ્રમાણ પુષ્કળ આપી શકાશે. જે અંગ્રેજી શબ્દનો 'ઈતિહાસ; એ તરજુમો છે અને જે શબ્દનો અર્થ

૧૪૯