આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાદશાહોની તવારીખ છે, તે અર્થ લેતાં સત્યાગ્રહનું પ્રમાણ ન હોઈ શકે. કથીરની ખાણમાં તમે ચાંદી શોધશો તે કેમ મળશે ? 'હિસ્ટરી' માં દુનિયાના કોલાહલની જ કહાણી મળશે. તેથી ગોરા લોકોમાં કહેવત છે કે જે પ્રજાને 'હિસ્ટરી' (કોલાહલ) નથી તે પ્રજા સુખી છે. રાજાઓ કેમ રમતા, તેઓ કેમ ખૂન કરતા, તેઓ કેમ વેર બાંધતા, એ બધુમ્ 'હિસ્ટરી', માં મળી આવે છે. જો આ જ ઈતિહાસમાં હોય, જો આટલું જ થયું હોય, તો દુનિયા ક્યારની ડૂબી ગઈ હોય. જો દુનિયાની લડાઈથી શરૂ થતી હોય તો આજે એક પણ માણસ જીવતો ન હોય. જે પ્રજા લડાઈનો જ ભોગ થઈ પડી છે તેની આવી જ દશા થઈ છે. ઑસ્ટ્રેલિયાના હબસી લોકોનું નિકંદન થઈ ગયું છે. તેઓમાંના ભાગ્યે જ કોઈને ઑસ્ટ્રેલિયાના ગોરાઓએ જીવવા દીધા છે. જેઓની જડ નીકળી ગઈ છે. તેઓ

૧૫૦