આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચડ્યા છીએ તે પગથિયાંને પાટુ ન મારવી એ ડહાપણ છે; જો તે પગથિયું કાઢી નાખીએ તો આખી સીડી પડી જાય એ યાદ રાખવાનું છે. આપણે બચપણમાંથી જુવાનીમાં આવીએ છીએ ત્યારે બચપણનો તિરસ્કાર નથી કરતા, પણ તે દહાડા પ્યારથી સંભારીએ છીએ. ઘણાં વરસ સુધી અભ્યાસ કરી મને કોઇ શીખવે ને તે ઉપરથી હું જરા વધારે જાણી લઉં તો કંઈ મારા શિક્ષક કરતાં હું વધારે જ્ઞાની નહીં ગણાઉં; મારા શિક્ષકને તો મારે માન આપવું જ પડશે. તેમ જ હિંદના દાદાને સારુ સમજવું ઘટે છે. તેમની પછાડી હિંદી પ્રજા છે એમ તો આપણે કહેવું જ પડશે.

वाचकः

આ તમે ઠીક કહ્યું દાદાભાઇ સાહેબને માન આપવું એ તો સમજી શકાય તેવું છે. તેમનાં અને તેવા પુરુષોનાં કામ વિના આપણે આજનો જુસ્સો ન ભોગવત એ