આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સત્યાગ્રહીઓ ન હતા. જે જીવશે ને જોશે કે ઑસ્ટ્રેલિયાના ગોરાના પણ તેવા જ હાલ થશે. 'જેઓ તલવાર ચલાવે છે તેમનું મોત તલવારથી થાય છે.' 'તારાનું મોત પાણીમાં છે', એથી આપણામાં કહેતી છે.

દુનિયામાં આટલા બધા માણસો હજુ છે એ જ્ણાવે છે કે, દુનિયાનું બંધારણ હથિયારબળ ઉપર નથી, પણસત્ય, દયા કે, આત્મ બળ ઉપર છે. એટલે મોટો ઐતિહાસિક પુરાવો તો એ જ છે કે દુનિયા લડાઈના હંગામા છતાં નભી છે. એટલે લડાઈના બળ કરતાં બીજું બળ તેનો આધાર છે.

હજારો બલ્કે લાખો માણસો પ્રેમવશ રહી પોતાનું જીવન ગુજારે છે, કરોડો કુટુંબોના ક્લેશનો સમાવેશ પ્રેમભાવનામાં થઈ જાય છે. સેંકડો પ્રજા સંપથી રહેલી છે એની નોંધ 'હિસ્ટરી' લેતી નથી, 'હિસ્ટરી' લઈ પણ ન શકે. જયારે આ દયાનો, પ્રેમનો કે સત્યનો પ્રવાહ રોકાય છે, તેમાં ભંગાણ પડે છે, ત્યારે જ

૧૫૧