આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેની નોંધ તવારીખે ચઢે છે. એક કુટંબના બે ભાઈ લડ્યા. તેમાં એકે બીજાની સામે સત્યાગ્રહ વાપર્યો. બંને ભાઈ પાછા સમ્પીને રહેવા લાગ્યા. આની નોંધ કોણ લે છે? જો બંને ભાઈમાં વકીલોની મદદથી કે એવાં બીજાં કારાણોથી વેરભાવ વધતાં, તેઓ હથિયારથી કે અદાલતો ( અદાલત તો એક પ્રકારનું હથિયાર, શરીરબળ છે.)થી લડત તો તેઓનાં નામ છાપે ચઢત, આડોશી પાડોશી જાણત અને વકહ્તે તવારીજખમાં નોંધાત. જેમ કુટુંબોમાં, જેમ જમતોમાં, જેમ સંઘોમાં તેમ જ પ્રજામાં સમજી લેવું. કુટુંબોમાં એક કાયદો અને પ્રજામાં બીજો એમ માનવાનું કંઈ જ કારણ નથી. 'હિસ્ટરી' એ અસ્વાભાવિક બિનાની નોંધ લે છે. સત્યાગ્રહ એ સ્વાભાવિક છે એટલે તેની નોંધ લેવાપણું રહેતું નથી.

वाचकः

તમે કહો છો એ પ્રમણે તો સમજાય છે કે, સત્યાગ્રહના દાખલા ઇતિહાસે ન જ ચઢી

૧૫૨