આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શકે. આ સત્યાગ્રહ વધારે સમજવાની જરૂર છે તમે શું કહેવા માગો છો. તે વધારે ચોખવટ કરી સમજવો તો સારું.

अधिपतिः

સત્યાગ્રહ અથવા આત્મબળ એનું અંગ્રેજી 'પૅસિવ રિઝિસ્ટન્સ' એમ કહેવાય છે. એ શબ્દ જે માણસોએ પોતાના હક્ક મેળવવા પોતે દુઃખ સહન કરેલું તે રીતને લાગુ આડવામાંઅ અવેલો છે. એનો હેતુ લડાઈબળનો વિરોધી છે. જ્યારે મને કંઈ કામ પસંદ ન પડે ત્યારે તે કામ હું ન કરું તેમાં હું સત્યાગ્રહ અથવા આત્મબળ વાપરું છું.

દાખલા તરીકે, મને લાગુ પડતો અમુક કાયદો સરકારે કર્યો. તે મને પસંદ નથી. ત્યારે હું સરકારની ઉપર હુમલો કરી કાયદો રદ કરાવું તો મેં શરીરબળ વાપર્યું. જો હું તે કાયદો કબૂલ જ ન કરું ને તેને લીધે પડતી સજા ભોગવી લઉં, તો મેં

૧૫૩