આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આત્મબળ અથવા સત્યાગ્રહ વાપર્યો. સત્યાગ્રહમાં હું આપભોગ આપું છું.

આપભોગ આપવો તે પરભોગ કરતાં સરસ છે, એમ સહુ કોઈ કહેશે. વળી સત્યાગ્રહથી લડતાં જો લડત ખોટી હોય તો માત્ર લડત લેનાર દુઃખ ભોગવે છે. એટલે પોતાની ભૂલની સજા પોતે ઊઠાવે છે. એવા ઘણા બનાવો થઈ ગયા છે કે જેમાં માણસો ભૂલથી સામે થેયેલા, કોઈ પણ માણ સ બેધડક રીતે નથી કહી શકતો કે અમુક કાર્ય ખરાબ જ છે. પણ જયારે તેને તે ખરાબ લાગ્યું ત્યારે તેને સારુ તો તે ખરાબ જ છે. એમ છે તો તેણે તે ન કરવું ને તેમ કરતાં દુઃખ ભોગવવું. આ સત્યાગ્રહની ચાવી છે.

वाचकः

ત્યારે તમે તો કાયદાની સામે થાઓ છો ! આ તો બેવફાદારી ગણાય. આપણે તો હમેંશા કાયદાને માન આપનારી પ્રજા

૧૫૪