આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગણાઈએ છીએ. તમે તો એકસ્ટ્રીમિસ્ટથી પણ આઘે જતા જણાઓ છો. એકસ્ટ્રીમિસ્ટ તો કહે છે કે, થયેલા કાઅદાને તો માન આપવું જ જોઈએ, પણ કાયદા ખરાબ છે તેથી કાયદા કરનારને મારીને કાંકી કાઢો.

अधिपतिः

હું આઘે જાઉં છું કે પાછોઇ રહું છું તેની તમારે કે અમરે દરકાર હોય નહીં. આપણે તો જે સારું છે તે શોધવા ને તે પ્રમાણે વર્તવા માગીએ છીએ.

આપણે કાયદાને માન આપનારી પ્રજા છીએ, તેનો કહ્રો અર્થ તો એ છે કે આપણે સત્યાગ્રહી પ્રજા છીએ. કાયદા પસંદ ન પડે ત્યારે આપણે કાયદા અક્રનારનુમ્ માથું નથી તોડતા. પણ આપણે તે રદ કરાવવા સારુ લાંધીએ છીએ.

આપણે સારા કે નઠારા કાયદા કબૂલ કરીલઈએ છીએ, એ અર્થ તો આજકાલનો જોવામાં આવે છે. પૂર્વે એવું કંઈ

૧૫૫