આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નથી. સરકાર પણ બિચારી નથી કહેતી કે, ' તમારે આમ કરવું જ પડશે.' તે પણ કહે છે કે, ' તમે આમ નહીં કરો તો તમને સજા થશે.' આપણે અહમ દશામાં માની લઈએ છીએ કે આપણે 'આમ કરવું' એ આપણી ફરજ છે, એ આપણો ધર્મ છે.

જો લોકો એક વાર શીખી લે કે, આપણને અન્યાયી લાગે તે કાયદાને માન આપવું જોઈએ નામર્દાઈ છે તો પછી આપણને કોઈનો જુલમ કરી શકતો નથી. તે સ્વરાજની ચાવી છે.

ઘણા માણસોએ કહ્યું એ થોડાએ કબૂલ કરવું તે અનીશ્વરની વાર્તા છે, તે વહેમ છે. એવા દાખલા હજારો મળી આવશે કે જેમાં ઘણા કહ્યું તે ખોટું હોય છે.અને થોડાએ કહ્યું હોય એ જ સાચું હોય છે. સઘળા સુધારા ઘણા માણસોની સામે થઈને થોડા માણસોએ દાખલ કરાવ્યા છે. ઠગન ગામમાં ઘણાં

૧૫૭