આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોતાને નાપસંદ કાયદાનો ભંગ કરી શકશે > એકસ્ટ્રીત્રીમિસ્ટ તોપબળિયા છે. તેઓ કાં કાયદાને માન આપવાની વાત કરી રહ્યા છે. તેઓનો હું દોષ નથી કાઢતો. એતોથી બીજી વાત થાય જ નહીં. તેઓ પોતે જ્યારે અંગ્રેજોને મારી રાજ્ય કરે ત્યારે ત્યારે મારી તમારી પાસે કાયદાને માન અપાવવા માગે છે. તેમના ધોરણને તે જ વાત ઘાજે. પણ સત્યાગ્રહી તો કહેશે કે જે કાયદા તેને પસંદ નહીં હોય તેને તે કબૂલ નહીં કરે; પછી ભલે તેને તોપને મોઢે બાંધે !

તમે શું માનો છો ? તોપ વછોડી સેંકડોને મારવામાં હિંમત જોઈએ છે કે તોપનેમોઢે હસતે વહેરે બંધાતા હિંમત જોઈએ છે? પોતે મોત માથે લઈ ફરે છે તે રણવીર કે બીજાનાં મોત પોતાના હાથમાં રાખે છે તે ?

નામર્દ માણસથી એક ઘડીભર સત્યાગ્રહી રહેવાય નહીં એ ખચીત માનજો.

૧૬૦