આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હા, એટલું ખરું કે શરીરે ક્ષીણ હોય તે પણ સ્ત્યાગ્રહી થઈ શકે. એક માણસ પણ થઈ શકે અને લાખો પણ થઈ શકે. ભાઈ માનસ પણ થઈ શકે તેમ બાઈ માણસ થઈ શકે. તેને લશ્કરો તૈયાર કરવાની જરૂર નથી પડતી. તેને મલકુસ્તી શીખવવાની જરૂર નથી પડતી. તેણે પોતાના મનની ઉપર કાબૂ લીધો એટલે તે વનરાજ સિંહની માફક ગર્જના કરી શકે છે ને તેની ગર્જનાથી દુશ્મન થઈ બેઠા હોય તેમનાં હ્રદય ચિરાય છે.

સત્યાગ્રહ એ સર્વધારી તલવાર છે. તે જેમ વાપરો તેમ વપરાય. વાપરનાર તથા જેને ઉપર તે વપરાય છે તે સુખી થાય છે. તે લોહી કાઢતી નથી, છતાં પરિણામ તેથી પણ ભારે લાવી શકે છે. તેને કાટ ચઢી શકતો નથી. તે કોઈ લઈ જઈ શકતું નથી. સત્યાગ્રહી જો હરીફાઈ કરે તો તેમાં થાક પડે જ નહીં. સત્યાગ્રહીની

૧૬૧