આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તલવારને મ્યાનનએએ જરૂર ન મળે. તે કોઈથી છીનવી શકાતી નથી. છતાં તમે સત્યાગ્રહીને નબળાનું હથિયાર છે.એમ ગણી એ તો કેવળ અંધેર કારખાનું જ ગણાય.

वाचकः તમે કહ્યું કે હિંદુસ્તાનનું તે ખાસ હથિયાર છે, તો શું હિંદુસ્તાનમાં તોપબળ નથી ચાલ્યું ?

अधिपतिः તમારે મન હિંદુસ્તાન એટલે ખોબા જેવડા રાજાઓ છે. મારે મન તો હિંદુસ્તાન એ કરોડો ખેડૂતો છે કે જેના આધારે રાજા તથા આપણે બધા વસીએ છીએ.

રાજાઓ તો હથિયાર ચાપરશે જ. તેમની તો તે રીતે પડી. તેમને તો હુકમ ચલાવવો છે. પણ હુકમ ઉઠાવનારને તોપબળની જરૂર નથી. દુનિયાનો મોટો ભાગ હુકમ ઉઠાવનારો છે. તેઓને કાં તો તોઅબળ કાં તો તોપબળ કાંતો હથિયારબળ શીખવવું જોઈએ. તેઓ

૧૬૨