આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ્યાં તોપબળ શીખે છે ત્યાં રાજા પ્રજા બમ્ને ગાંડાં જેવાં બની જાય છે. જ્યાં હુકમ ઉઠાવનારા સત્યાગ્રહ શીખ્યા છે ત્યાં રાજાનો જુલમ તેની ત્રણ ગજની તલવારથી છેટો જઈ શક્યો નથી ને હુકમ ઉથાવનારે અન્યાયી હુકમની દરકાર અકરી નથી. ખેડૂતો કોઈના તલવારબળને વશ થયા નથી ને થવાના નથી. તેઓને તલવાર વાપરતા આવડતી નથી, બીજાની તલવારથી તેઓ ડરતા નથી. મોતને હંમેશા પોતાનો તકિયો કરી સૂનારી તે મહાન પ્રજા છે. તેણે મોતનો ડર છોડેલો છે, એટલે બહાનો ડર છોડ્યો છે. આ હું કઈંક વધારે પડતું ચિત્ર આપું છું, એ બરોઅબ્ર છે. પણ આપણે જે તલવારન બળથી છક થઈ ગયા છીએ તેને સારુ એ ચિત્ર વધારે પડતું નથી.

વાત એ છે કે ખેડૂતોએ, પ્રજામંડળે પોતાના તેમ જ રાજ્યના કારભારમાં સત્યાગ્રહ

૧૬૩