આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વાપરેલ છે. જ્યારે રાજા જુલમ કરે છે ત્યારે રૈયત રિસાય છે, એ સત્યાગ્રહ છે.

મને ખ્યાલ છે કે એક રાજસ્થાનમાં રૈયતને અમુક હુકમ પસંદ નહીં પડ્યો તેથી રૈયતે ગામ ખાલી કરવાનું શરૂ કર્યું. રાજા ગભરાયા ને રૈય તની માફી માગી ને હુકમ પાછો ખેંચ્યો. આવા દાખલા તો ઘણા મળી શકે છે પણ મુખ્યત્વે કરીને ભરતભૂમિનો જ પાક હોય. આવી જ્યાં રૈયત છે, ત્યાં સ્વરાજ છે. તે વિનાનું સ્વરાજ તે કુરાજ છે.

वाचकः

ત્યારે તમે એક કહેશો કે આપણે શરીર કસવાની જરૂર જ નથી.

अधिपतिः

એવું તમે ક્યાં જોયું ? શરીર કસ્યા વિના સત્યાગ્રહી થવું મુશ્કેલ છે. ઘણે ભાગે જે શરીર પંપાળીને નબળાં કરી નાખ્યાં છે તે શરીરમાં જે મન રહે છે

૧૬૪