આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે પણ નબળું હોય છે. ને જ્યાં મનોબળ નથી ત્યાં આત્મબળ ક્યાંથી હોય ? આપણે બાળલગ્ન વગેર્નો તથા આળપંપાળવાળી રહેણીનો કુચાલ કાઢી શરીર તો સજવાં જ જોઈશે . રેંજીપેંજી માણસને એકાએક તોપને મોઢે ચઢવાનું હું કહીશ તો તે તો મારી હાંસી કરાવવાનું થશે.

वाचकः

તમે કહો છો તે જોતાં એમ લાગે છે કે સત્યાગ્રહી થવ્ય્ં એ કંઈ જેવી તેવી વાત નથી, અને જો તેમ હોય તો સત્યાગ્રહી કેમ થવાય એ તમારે સમજાવવાની જરૂર છે.

अधिपतिः

સત્યાગ્રહી થ્વું એ સહેલું છે. પણ જેટલું સહેલું છે તેટલું જ કઠણ છે. ચૌદવરસનો છોકરો સત્યાગ્રહી બન્યો એ મેં અનુભવ્યું છે. રોગી માણસ સત્યાગ્રહી થાય એ પણ મેં જોયું. શરીરે જોરાવર અને

૧૬૫