આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીજી રીતે સુખી તે માણસ નથી થઈ શક્યા એ પણ જોયું.

અનુભવે જોઉં છું કે જે માણ્સ દેશહિતને કારણે સત્યાગ્રહી થવા માગે છે તેણે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, ગરીબાઈ ધારણ કરવી જોઈએ. સત્યનું તો સેવન કરવું જ પડે અને અભયતા આવવી જ જોઈએ.

બ્રહ્મચર્ય એ મહાવ્રત છે, અને તે વિના મનની ગાંઘ સજ્જડા થનાર નથી. અબ્રહ્મચર્યથી માણસ અવીર્યવાન, બાયલો અને હીણો થાય છે. જેનું મન વિષયમાં ભમે છે તેનાથી કશી દોડ થવાની નથી. આ વાત અગણિત દાખલાથી બતાવી શકાય છે. ત્યારે ઘરસંસાતીએ શુંકરવું એ સવાલ ઊભો થાય છે. પન એ ઊભો થવાની કશી જરૂર નથી. ઘરસંસારીએ સંગ કર્યો તે વિષય નથી એમ કોઈ નથી કહી શકતું નથી. પ્રજાની ઉત્પત્તિને જ ખાતર સ્વસ્ત્રીસંગ કહ્યો છે. ત્યારે સત્યાગ્રહીને

૧૬૬