આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રજોત્પતિની વાસના ન હોવી ઘટે. તેથી સંસારી છતાં બ્રહ્મચર્ય પાળી શકે છે. આ વાત વધારે સ્પષ્ટ કરીને લખવા જેવી નથી. સ્ત્રીનો શો વિચાર છે? કેમ એ બધું થાય ? આવા વિચારો ઉત્પન્ન થાય છે. છતાં જેને મહાકાર્યમાં ભાગ લેવો છે. તેને એ સવાલનું નિરાકરાણ કર્યા વિના છૂટકો જ નથી.

જેમ બ્રહ્મચર્યની જરૂર છે તેમ ગરીબાઈ લેવાની જરૂર છે. પૈસાનો લોભ અને સત્યાગ્રહનું સેવન એ બની શકે તેવું નથી. પણ જેની પાસે પૈસો છે તેણે તે ફેંકી દેવો, એવું સમજાવવાનો અહીં હેતુ નથી. પણ પૈસાને વિશે બેદરકાર રહેવાની જરૂર છે. સત્યાગ્રહનું સેવન કરતાં પૈસો ચાલ્યો જાય તો બેફિકર રહેવું ઘટે છે.

સત્યનું સેવન ન કરે તે સત્યનું બળ કેમ દેખાડી શકે? એટાલે સત્યની તો બરાબર જરૂર પડશે જ. ગમે તેટલું નુકશાન થતું હોય તોપણ સત્યને નહીં છોડી શકાય. સત્યને કંઈ

૧૬૭