આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સંતાડવાનું ન જ હોય. એટલે સત્યાગ્રહીને છૂપી સેના ન જ હોઈ શકે. આ સંબંધમાં, જીવ બચાવવા જૂઠું બોલવું કે નહીં એવા સવાલ મનમાં ન લાવવા. જેને જૂઠાનો બચાવ કરવો છે તે જે અએવા સવાલ ફોકટ ઉઠાવે છે. જેને સત્યનો જ રસ્તો લેવો છે તેને એવાં ધર્મ સંકટ આવતં નથી. તેવી કફોડી સ્થિતિમાં આવી પડે તોપણ સત્યવાદી માણસ ઉગરી જાય છે.

અભયતા વિના તો સત્યાગ્રહીની ગાડી એક ડગલું પણ નહીં ચાલી શકે. અભય સર્વથા અને સર્વ વસ્તુ બાબત ઘટશે. માલનો, ખોટા માનનો, સગાંસાંઈનો, રાજદરબારનો, જખમનો, મરણનો અભય હોય ત્યારે જ સત્યાગ્રહ પાળી શકાય.

આ બધું મુશ્કેલ છે એમ માનીને છોડી દેવાનું નથી. માથે આવી પડેલું સહી લેવાની શક્તિ કુદરતે માણસમાત્રમાં મૂકેલી

૧૬૮