આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે. આવા ગુણ દેશસેવા ન કરવી હોય તો પણ સેવવા યોગ્ય છે.

ઉપરાંત એટાલું પણ સમજાય તેમ છે કે, જેને હથિયાર બળ મેળવવું હશે તેને માટે પણ આટલી વસ્તુની જરૂર પડશે. રણવીર થવું એ કંઈ બધાયને ઈચ્છા થઈ કે તુરત સાંપડી જાય તેમ નથી. લડવૈયા બ્રહ્મચર્ય પાળવું ઈચ્છા થઈ કે તુરત સાંપડી જાય તેમ નથી. લડવૈયાને બ્રહ્મચર્ય પાળવું પડશે, ભિખારી થવું પડશે. રણમાં અભયતા ન હોય તે લડી રહ્યા. તેને સત્યવ્રત પાળવાની તેટલી જરૂર ન જણાય એમ વખતે કોઈને લાગશે પણ જ્યાં અભયતા છે ત્યાં સત્યતા સહેજે વસે છે. માણસ જ્યારે સત્ય છોડે છે ત્યારે તે કોઈ પણ પ્રકારના ભયને લીધે જ છોડે છે.

એટલે આ ચાર ગુણથી ડરી જવાનું પ્રયોજન નથી. વલી કેટલાંક બીજો ફોકટ પ્રયાસ તલવારબાજને કરવો રહ્યો તે સત્યાગ્રહીને રહેતો નથી. જેટલો બીજો પ્રયાસ તલવારબાજને કરવો પડે છે તેનું કારણ

૧૬૯