આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભય છે. જો તેને તદ્દન અભયતા આવે તો તે જ ઘડી તેની તલવાર તેના હાથમાંથી પડી જાય. તે ટેકાની તેને જરૂર રહેતી નથી, જેને વેર નહીં તેને તલવાર નહીં. સિંહની સામે આવનાર માણસથી એની મેળે જ લાકડી ઊંચકાઈ ગઈ. તે માણસે જોયું કે તેણે અભયતાનો પાઠ માત્ર મોઢે કર્યો હતો. તે દહાડે તેણે લાકડી છોડી અને અભયવાન થયો.



૧૭૦