આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેમને ધન્યવાદ આપીએ છીએ. આ બધો પ્રયાસ શું વૃથા સમજવો ?

अधिपति : જો આપણે આપણો સુધારો સર્વોત્તમ માનીએ તો મારે દિલગીરીપૂર્વક કહેવું પડશે કે એ પ્રયાસ ઘણે ભાગે વૃથા છે. મહારાજા સાહેબ તથા બીજા આપણા ધુરંધર આગેવાનો બધાને કેળવણી આપવા મથી રહ્યા છે. એમાં તેમનો હેતુ નિર્મળ છે, તેથી તેમને ધન્યવાદ જ ઘટે છે. પણ તેમના હેતુનું પરિણામ જે આવવા સંભવ છે તે આપણે ઢાંકી શકતા નથી.

કેળવણી એટલે શું ? જો તેનો અર્થ અક્ષરજ્ઞાન એટલો જ હોય તો તે એક હથિયાર થયું. તેનો સદુપયોગ પણ થાય અને દુરુપયોગ પણ થાય. એક હથિયારથી વાઢકાપ કરીને દરદીને સાજો કરાય, તે જ હથિયાર જાન લેવાને સારુ વપરાય. એમ અક્ષરજ્ઞાન છે તેનો ગેરઉપયોગ પણ

૧૭૨