આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માગો છો ? તેના સુખમાં શો વધારો કરશો ? તેના ઝૂંપડાનો કે તેની સ્થિતિનો તમારે અસંતોષ ઉપજાવવો છે ? તેમ કરવું હોય તોપણ તમારે તેને અક્ષરજ્ઞાન આપવાની જરૂર નથી. પશ્ચિમના પ્રતાપમાં દબાઈ જઈ આપણે લઈ ભાગીએ છીએ કે લોકોને કેળવણી આપવી. પણ તેમાં આગળપાછળનો વિચાર કરતા નથી.


હવે ઊંચી કેળવણી લઈએ. હું ભૂગોળવિદ્યા શીખ્યો, ખગોળવિદ્યા શીખ્યો, બીજગણિત મને આવડ્યું, મેં ભૂમિતિનું જ્ઞાન લીધું, ભૂસ્તરવિદ્યાને ભૂંસી બાળી; તેથી શું ? તેથી મારું મેં શું ઉજાળ્યું ? મારી આસપાસનાને શું ઉજાળ્યા ? મેં તે જ્ઞાન શા હેતુથી લીધું ? તેમાં મને શો ફાયદો થયો ? અંગ્રેજોના જ એક વિદ્વાને (હક્‌સ્લીએ) આ પ્રમાણે કેળવણી વિશે કહ્યું છે : 'તે માણસને ખરી કેળવણી મળી છે કે જે માણસનું શરીર એવું કેળવાયું છે કે

૧૭૪