આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે તેના અંકુશમાં રહી શકે છે, તે શરીર ચેનથી અને સરળતાથી તેને સોંપેલું કામ કરે છે. તે માણસને ખરી કેળવણી મળી છે કે જેની બુદ્ધિ શુદ્ધ છે, શાંત છે ને ન્યાયદર્શી છે. તે માણસે ખરી કેળવણી લીધી છે કે જેનું મન કુદરતના કાયદાઓથી ભરેલું છે ને જેની ઈંદ્રિયો તેને વશ છે. જેની અંતર્વૃત્તિ વિશુદ્ધ છે, અને જે માણસ નીચ કામને ધિક્કારે છે તથા પોતાના સરખા બીજાઓને ગણે છે; આવો માણસ ખરો કેળવાયેલો ગણાય. કેમ કે તે કુદરતના નિયમ પ્રમાણે ચાલે છે. કુદરત તેનો સારો ઉપયોગ કરશે અને કુદરતનો તે સારો ઉપયોગ કરશે.' જો આ ખરી કેળવણી હોય તો મારે સોગનપૂર્વક કહેવું જોઈએ કે ઉપર હું જે શાસ્ત્રો ગણાવી ગયો તેનો ઉપયોગ મારા શરીરને કે મારી ઇંદ્રિયોને વશ કરવામાં મારે નથી કરવો પડ્યો. એટલે પ્રાથમિક કેળવણી લ્યો કે

૧૭૫