આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નથી આપી શકતો, પણ માત્ર તમારા જેવા ભણેલાને આપું છું. તેમાં પણ મારા વિચારને ટેકો મળે છે. તમે અને હું બંને ખોટી કેળવણીના પંજામાં ફસાયા. હું તેમાંથી મુક્ત થયેલો માનું છું. હવે તે અનુભવ તમને આપું છું ને તે આપતાં લીધેલી કેળવણીનો ઉપયોગ કરી તમને તેનો સડો બતાવું છું.

વળી તમે મને સપાટો મારવામાં ભૂલ્યા છો, કેમ કે મેં કંઈ અક્ષરજ્ઞાનને દરેક સ્થિતિ માટે વખોડ્યું નથી. માત્ર એટલું જ બતાવ્યું છે કે તે જ્ઞાનની આપણે મૂર્તિપૂજા નથી કરવાની. તે કંઈ આપણી કામધુક નથી. તેની જગ્યાએ તે શોભી શકે છે. અને તે જગ્યા તો એ છે કે જ્યારે મેં ને તમે આપણી ઇંદ્રિયોને વશ કરી હોય, જ્યારે આપણે નીતિનો મજબૂત પાયો નાખીએ, ત્યારે આપણને અક્ષરજ્ઞાન લેવાની ઇચ્છા થાય તો તે લઈને તેનો સદુપયોગ કરી

૧૭૭