આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શકીએ ખરા. તે આભૂષણ ઠીક લાગવા સંભવ છે. પણ જો અક્ષરજ્ઞાનનો એ ઉપયોગ હોય તો આપણે તેવી કેળવણી ફરજિયાત આપવાની જરૂર નથી રહેતી. આપણી પુરાણી નિશાળો બસ છે. તેમાં નીતિની કેળવણીને પ્રથમ મૂકી છે. તે પ્રાથમિક કેળવણી છે. તેની ઉપર જે ચણતર કરીશું તે નભી શકશે.

वाचक :

ત્યારે અંગ્રેજી કેળવણીનો ઉપયોગ સ્વરાજને સારુ તમે ગણતા નથી. એ હું બરોબર સમજ્યો છું ?

अधिपति :

હા અને ના એવો મારો જવાબ છે. કરોડો માણસોને અંગ્રેજી કેળવણી દેવી તે તેઓને ગુલામીમાં નાખવા બરોબર છે. મેકોલેએ જે કેળવણીનો પાયો રચ્યો તે ખરું જોતાં ગુલામીનો પાયો હતો. તેણે તેવું સમજીને પોતાનો લેખ ઘડ્યો એમ

૧૭૮