આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

अधिपतिः

હું એવું કશું કહેતો નથી. આપણે શુદ્ધ બુદ્ધિથી જુદો વિચાર ધરાવીએ તો તે વિચાર પ્રમાણે ચાલવાની પ્રોફેસર સાહેબ પોતે જ આપણને સલાહ આપશે. આપણું મુખ્ય કામ તો એ છે કે, આપણે તેમના કામને વખોડવું નહીં; તે આપણા કરતાં મહાન છે એમ માનવું. તેમના પ્રમાણમાં આપણે હિંદને સારું કંઈ જ નથી કર્યું એવી ખાતરી રાખવી, તેમને વિશે કેટલાંક છાપાં તોછડું લખે તે વખોડી કાઢવું, ને પ્રોફેસર ગોખલે જેવાને આપણે સ્વરાજના સ્તંભ ગણવા. તેમના વિચાર ખોટા ને આપણા ખરા જ છે, તથા આપણા વિચાર પ્રમાણે ન વર્તે તે દેશના દુશ્મન છે, એમ ગણી લેવું એ ખરાબ વૃત્તિ છે.

वाचकः

મને હવે તમે કહો છો તે કંઇક સમજાય છે. છતાં મારે એ બાબત વિચાર કરવો

૧૦