આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ કંઈ થોડી જુલમની વાત છે કે પોતાના દેશમાં મારે ઇનસાફ મેળવાવો હોય તો મારે અંગ્રેજી ભાષા વાપરવી પડે ! હું જ્યારે બૅરિસ્ટર થાઉં ત્યારે મારાથી સ્વભાષામાં બોલાય નહીં ! મારી પાસે બીજા માણસે તરજુમો કરવો જોઈએ ! આ કંઈ થોડો દંભ ! આ ગુલામીની સીમા નથી તો શું છે ? તેમાં હું અંગ્રેજનો દોષ કાઢું કે મારો પોતાનો ? હિંદુસ્તાનને ગુલામ બનાવનાર તો આપણે અંગ્રેજી જાણનાર છીએ. પ્રજાની હાય અંગ્રેજ ઉપર નથી પડવાની, પણ આપણી ઉપર પડવાની છે.

પણ મેં તમને કહ્યું કે મારો જવાબ હા અને ના છે. હા છે કેમ તે સમજાવી ગયો.

ના તે કેમ તે હવે કહું છું. આપણે દરદમાં એવા ઘેરાઈ ગયા છીએ કે તદ્દન અંગ્રેજી કેળવણી લીધા વિના ચાલે તેવો સમય રહ્યો નથી. જેણે તે કેળવણી

૧૮૧