આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

वाचक :

ત્યારે કેળવણી કેવી આપવી ?

अधिपति :

તેનો જવાબ ઉપર કંઈક આવી ગયો. છતાં વધુ વિચારીએ, મને તો લાગે છે કે આપણે આપણી બધી ભાષાને ઉજ્જવળ કરવી ઘટે છે. આપણી ભાષામાં આપણે કેળવણી લેવી તે શું, તેનો વિસ્તાર કરવાની આ જગ્યા નથી. આપણે અંગ્રેજી પુસ્તકો જે કામનાં છે તેનો તરજુમો કરવો પડશે. ઘણાં શાસ્ત્રો શીખવાનો મિથ્યા ડોળ ને વહેમ છોડવાં. ધર્મકેળવણી અથવા નીતિકેળવણી તે પહેલાં હોવી જ જોઈએ. દરેક કેળવાયેલા હિંદીને સ્વભાષા, હિંદુને સંસ્કૃત, મુસલમાનને અરબી, પારસીને પર્શિયનનું અને બધાને હિંદીનું જ્ઞાન હોવું જોઈએ. કેટલાક હિંદુએ અરબી તથા કેટલાક મુસલમાને તથા પારસીએ સંસ્કૃત શીખવું જોઈએ. ઉત્તર અને

૧૮૩