આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પશ્ચિમ હિંદુસ્તાનના હિંદીએ તામિલ શીખવું જોઈએ. આખા હિંદુસ્તાનને જોઈએ તે તો હિંદી હોવી જોઈએ. તે ઉર્દૂ અથવા નાગરી લિપિમાં લખવાની છૂટ ઘટે છે. હિંદુ-મુસલમાનના વિચાર ઠીક રહે, તેથી આ બંને વિધિ ઘણા હિંદીએ જાણી લેવાની જરૂર છે. આમ થતાં આપણે એકબીજાની સાથે વ્યવહાર રાખવામાં અંગ્રેજીને હંકારી શકીશું.

અને આ બધું પણ કોને સારુ છે ? આપણે કે જેઓ ગુલામ થયા છીએ તેને સારુ છે. આપણી ગુલામીએ પ્રજા ગુલામ થઈ છે. આપ્ણે છૂટીએ તો પ્રજા છૂટી જ છે.

वाचक :

તમે ધર્મકેળવણીની વાત કરી એ ભારે પડતી છે.

अधिपति :

છતાં તે વિના છૂટકો નથી. હિંદુસ્તાન કદી નાસ્તિક બનવાનું નથી. નાસ્તિકનો

૧૮૪