આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાક હિંદની ભૂમિને ભાવતો નથી. કામ વિકટ છે. ધર્મની કેળવણીનો વિચાર કરતાં માથું ફરવા લાગે છે. ધર્માચાર્યો દંભી અને સ્વાર્થી જોવામાં આવે છે. તેઓને આપણે વીનવવા પડશે. મુલ્લાં, દસ્તૂર અને બ્રાહ્મણના હાથમાં તે ચાવી છે. પણ જો તેઓને સદ્‌બુદ્ધિ ન આવે તો અંગ્રેજી કેળવણીથી જે ઉત્સાહ આપણને આવ્યો છે તે ઉત્સાહ વાપરી આપણે લોકોને નીતિની કેળવણી આપી શકીએ છીએ. આ બહુ મુશ્કેલીની વાત નથી. હિંદી દરિયાની કિનારીને મેલ લાગ્યો છે. તે મેલમાં જે ખરડાયા છે તેમને સાફ થવું રહ્યું છે તેવા આપણે, તે પોતાની મેળે પણ ઘણે ભાગે સાફ થઈ શકીએ છીએ. મારી ટીકા કંઈ કરોડોને સારુ નથી, હિંદુસ્તાનને મૂળ દિશા ઉપર લાવવામાં આપણે મૂળ દિશામાં આવવું જ રહ્યું છે. બાકી કરોડો તો મૂળ દિશામાં જ છે. તેમાં સુધારા, બિગાડા, વધારા કાળાનુક્રમે

૧૮૫