આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સંચાએ યુરોપને ઉજ્જાડ કરવા માંડ્યું છે ને તેનો વાયરો હિંદુસ્તાનમાં છે. સંચો એ આધુનિક સુધારાની મુખ્ય નિશાની છે ને તે મહાપાપ છે એમ હું તો ચોખ્ખું જોઈ શકું છું.

મુંબઈની મિલોમાં જે મજૂરો કામ કરે છે તે ગુલામ બન્યા છે. જે બૈરાંઓ તેમાં કામ કરે છે તેમની દશા જોઈ હરકોઈને કમકમાટી આવશે. મિલનો વરસાદ નહોતો વરસ્યો ત્યારે કંઈ તે ઓરતો ભૂખે નહોતી મરતી. આ સંચાનો વાયરો વધે તો હિંદુસ્તાનની બહુ દુઃખી દશા થશે. મારી વાત ભારે પડતી જણાશે, પણ મારે કહેવું જોઈએ કે આપણે હિંદુસ્તાનમાં મિલો કરીએ તેના કરતાં હજુ માન્ચેસ્ટરમાં પૈસા મોકલી તેનું સડેલું કાપડ વાપરવું એ ભલું છે, કેમ કે તેનું કાપડ વાપરવાથી આપણો જ પૈસો જશે. આપણે હિંદુસ્તાનમાં માન્ચેસ્ટર સ્થાપવાથી આપણો પૈસો હિંદુસ્તાનમાં રહેશે, પણ તે પૈસો આપણું લોહી

૧૮૯