આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લેશે, કેમ કે આપણી નીતિ લઈ જશે. જેઓ મિલમાં કામ કરે છે તેમની નીતિ કેવી છે તે તેઓને પૂછવું. તેઓમાંથી જેઓએ પૈસો એકઠો કર્યો છે તેઓની નીતિ બીજા પૈસાદાર કરતાં સરસ હોવાનો સંભવ નથી, અમેરિકાના રૉકફેલર કરતાં હિંદના રૉકફેલર કંઈ ઊતરે એમ માનવું એ તો અજ્ઞાન જ ગણાય. ગરીબ હિંદુસ્તાનથી છૂટી શકશે, પણ અનીતિથી થયેલું પૈસાદાર હિંદુસ્તાન છૂટનાર નથી.

મને તો લાગે છે કે આપણે કબૂલ કરવું પડશે કે અંગ્રેજી રાજ્યને નિભાવી રાખનાર તે પૈસાદાર માણસો છે. તેઓનો સ્વાર્થ તેવી સ્થિતિમાં રહેલ છે. પૈસો માણસને રાંક બનાવે છે. એવી બીજી વસ્તુ તો દુનિયામાં વિષય છે. એ બંને વિષય વિષમય છે. તેનો દંશ સર્પના દંશ કરતાં ભૂંડો છે. સર્પ કરડે ત્યારે દેહ લઈને છુટકો કરે છે. પૈસો અથવા વિષય કરડે ત્યારે દેહ લઈને છુટકો કરે છે. પૈસો અથવા વિષય કરડે છે

૧૯૦