આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સંચાનો ગુણ તો મને એકે યાદ નથી આવતો; અવગુણનો તો ચોપડો ચીતરી શકું છું.

वाचक :

આ બધું લખેલું સંચાની મદદથી છપાશે, તેની મદદથી વહેંચાશે, એ સંચાનો ગુણ કે અવગુણ ?

अधिपति :

ઝેરથી ઝેરનો નાશ થવાનો આ દાખલો છે. એ કંઈ સંચાનો ગુણ નથી. સંચો મરતાં મરતાં બોલી જાય છે કે સાંભળજો ને ચેતજો; મારામાંથી તમે લાભ નથી લેવાના, અંદરથી ઠીક પ્રયાસ સંઘે કર્યો કહેવાય તે પણ માત્ર સંચાની જાળમાં ફસાયેલા છે તેને જ સાચું પડે છે.

પણ મૂળ વાત ન ભૂલજો. સંચો એ ખરાબ વસ્તુ છે એ મનમાં ઠસાવવું. પછી આપણે તેનું ધીમે ધીમે છેદન કરીશું. એવો સરળ રસ્તો કુદરતે ઘડ્યો જ નથી કે જે

૧૯૫