આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખરું સ્વરાજ જે તમે માગો છો તે તો હું અગાઉ જણાવી ગયો છું તે જ હોવું જોઇએ. તે તમે દારૂગોળાથી કદી લેવાના નથી. દારૂગોળો હિંદને સદે તેવી વસ્તુ નથી. વાસ્તે સત્યાગ્રહ ઉપર જ ભરોસો રાખો. મનમાં એવો વહેમ પણ ન લાવો કે આપણને સ્વરાજ મળવામાં દારૂગોળાની જરૂર છે.

મૉડરેટને કહું કે આપણે માત્ર આજીજી કરવા મગીએ છીએ તે તો આપણી હીણપત છે. તેમાં આપણે આપણી હલકાઈ કબૂલ કરીએ છીએ. અંગ્રેજી સંબંધની જરૂર છે જે એમ કહેવું એ આપણે ઇશ્વરના ચોર થયા બરોબર છે.આપણને ઇશ્વર સિવાય કોઈની જરૂર છે એમ તો કહેવું ઘટે નહીં. વળી સાધારણ વિચાર કરતાં પણ એમ કહેવું કે અંગ્રેજ વિના હાલ તો ન જ ચાલે, એ અંગ્રેજને અભિમાની કરવા જેવું છે.

૧૯૯