આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અંગ્રેજ ગાંસડી બાંધીને ચાલ્યા જશે તો કંઈ હિંદુસ્તાન રાંડશે એમ જાણવાનું નથી. તેમ થતાં જેઓ દાબથી બેસી રહ્યા હશે તે લડશે એવો સંભવ છે. ભરનીંગળને દાબવાથી કશો ફાયદો નથી. તે તો ફૂટ્યે જ છૂટકો. એટલે જો આપણે માંહોમાંહે લડવાનું સરજ્યું હશે તો લડી મરીશું. તેમાં બીજાએ નબળાને બચાવવાના બહાનાથી પડવાની જરૂર નથી. તેમાં તો આપણું નખોદ વળ્યું છે. નબળાનો એમ બચાવ કરવો તે નબળાને વધારે નબળા બનાવવા જેવું છે. આ વિચાર મૉડરેટે બરોબર કરવો ઘટે છે. તે વિના સ્વરાજ હોય નહીં. એક અંગ્રેજી પાદરીએ કહેલા શબ્દો તેઓને હું યાદ આપીશ કે,"આપણે સ્વરાજ્ય ભોગવતાં અંધેર હોય તે સહન કરવા જેવું છે, પણ પરરાજ્યની સફાઈ તે દરિદ્રતા છે.' માત્ર તે પાદરીના સ્વરાજનો ને હિંદના સ્વરાજનો અર્થ જુદો

૨૦૦